Entertainment

પૂનમ પાંડે અને તેના પતિ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો

મુંબઈ,
અભિનેત્રી પૂનમ પાંડે રોજ કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. પૂનમ પાંડેએ ભૂતકાળમાં જે કર્યું તે પછી તે લોકોના ગુસ્સાનો શિકાર બની રહી છે. વાસ્તવમાં પૂનમે જ પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. તેમના નિધનના સમાચાર આવતા જ બધાને આઘાત લાગ્યો હતો. અભિનેત્રીની ટીમે એક પોસ્ટ દ્વારા લોકોને જણાવ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. જાે કે, બીજા જ દિવસે તે અચાનક જીવતી થઈ ગઈ. જે બાદ લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.

બીજા દિવસે, એક પોસ્ટ દ્વારા, પૂનમ પાંડેએ પોતે એક વીડિયો દ્વારા જણાવ્યું કે તે જીવિત છે અને સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. જાે કે, તેણે એમ પણ કહ્યું કે તેણે આ બધું લોકોમાં જાગૃતિ લાવવા માટે કર્યું છે અને તેને તેનો કોઈ અફસોસ નથી. પરંતુ હવે તેના પોતાના મૃત્યુની રમત પૂનમ પાંડે પર ભારે પડી રહી છે. ભૂતકાળમાં ઘણી વખતની જેમ, આ પણ પૂનમનો પબ્લિસિટી સ્ટંટ હોવાનું બહાર આવ્યું છે. હવે આ મામલે પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૈઝાન અંસારી નામના વ્યક્તિએ આ કેસ દાખલ કર્યો છે. તેણે કાનપુર પોલીસમાં પૂનમ વિરુદ્ધ હ્લૈંઇ નોંધાવી છે. હ્લૈંઇ મુજબ, પૂનમ અને સેમે નકલી મોતનું કાવતરું રચ્યું હતું. કેન્સર જેવા ગંભીર રોગની મજાક ઉડાવી અને અનેક લોકોની લાગણીઓ સાથે રમત રમી. ફૈઝાને વિનંતી કરી છે કે પૂનમ અને સેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.
જાે આખા મામલાની વાત કરીએ તો, ૨ ફેબ્રુઆરીએ પૂનમ પાંડેની પીઆર ટીમે સમાચાર ફેલાવ્યા કે તેણીનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ કંગના રનૌતથી લઈને બિગ બોસ ૧૭ના વિજેતા મુનાવર ફારૂકી સુધી દરેકે પોસ્ટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ બીજા જ દિવસે પૂનમે પોતે જ તેના નકલી મૃત્યુનો ખુલાસો કર્યો હતો. પૂનમને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *