Entertainment

પાકિસ્તાની ચેનલે ન્યૂઝ ચલાવ્યા, સિંગરે વીડિયો શેર કરીને કહ્યું, ‘મારા દુશ્મનોએ અફવા ફેલાવી છે’

પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલે સમાચાર ચલાવ્યા છે કે વિખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ પ્રમાણે રાહત પાકિસ્તાન રવાના થવા પ્લેનમાં બેસે તે પહેલાં જ તેમને રોકીને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ દુબઇ પોલીસ તેમને બુર્જ દુબઇ પોલીસ સ્ટેશન લઇ ગઇ અને આગળની કાર્યવાહી કરી. સ્વાભાવિક રીતે જ આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ ફેલાઇ ગયા.

પરંતુ આખી સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો જ્યારે ખુદ રાહત ફતેહ અલી ખાન સોશિયલ મીડિયા પર પ્રગટ થયા અને એમણે જાતે દુબઇના બેકડ્રોપમાં એક વીડિયો શૅર કરીને કહ્યું, કે મારી ધરપકડના સમાચાર તદ્દન ખોટા છે.

જિયો ન્યૂઝ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાહત ફતેહ અલી ખાનના ભૂતપૂર્વ મેનેજર અને ખ્યાતનામ શોબિઝ પ્રમોટર સલમાન અહમદે એમની વિરુદ્ધ દુબઇમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાહત અને સલમાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, તેમાં ખુદ રાહતે પણ અહમદ વિરુદ્ધ કેસ નોંધાવેલો છે.