Entertainment

૧૫૦૦૦ કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

૧૫૦૦૦ કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસની જીૈં્‌એ એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે, નોંધનીય છે કે હાઈકોર્ટે સાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલ ખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજીની એપમાં સાહિલ ખાન પહેલો ફિલ્મ સ્ટાર નથી. આ પહેલા પણ આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સાહિલ ખાન લોટસ બુક ૨૪/૭ નામની સટ્ટાબાજી એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.

બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો. લગભગ ૪૦ કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે સાહિલની ધરપકડ કરી હતી. કહેવાય રહ્યું છે કે સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશન બદલતો હતો.