Entertainment

અંદામાનમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાએ દરિયામાં સ્કુબા ડાઇવિંગની મજા માણી

મુંબઈ,
અભિનેત્રી સોનાક્ષી સિંહા અંદામાનમાં બોયફ્રેન્ડ સાથે સ્કુબા ડાઈવિંગ કરતી જાેવા મળી હતી. અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના બોયફ્રેન્ડ સાથે અંદામાનમાં રજાઓ માણી હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. ફિલ્મો સિવાય અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. અભિનેત્રી સોનાક્ષી સિંહાનું નામ ઝહીર ઈકબાલ સાથે જાેડાઈને ચર્ચામાં રહે છે. તસવીરોમાં અભિનેત્રી સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે જાેવા મળી રહી છે. અભિનેત્રી સોનાક્ષી અને ઝહીર આંદામાનમાં સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે મસ્તી કરતા જાેવા મળે છે.

તસવીરો શેર કરતી વખતે અભિનેત્રી સોનાક્ષી સિંહાએ અંદામાનની સુંદરતાની પ્રશંસા કરી છે. તસ્વીરોમાં સમુદ્રનો અંદરનો ભાગ જાેવા જેવો છે. માછલીઓથી ભરેલો આ દરિયો ખૂબ જ રંગીન લાગે છે. અભિનેત્રી સોનાક્ષી સિંહા ઘણીવાર તેના અફવા બોયફ્રેન્ડ ઝહીર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જાેવા મળે છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આજ સુધી આ કપલે પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કર્યો નથી. અભિનેત્રી સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે ‘બડે મિયાં છોટે મિયાં’માં જાેવા મળશે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *