અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રૂલ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ તેણે પોતાના નામ માટે ધૂમ મચાવી દીધી છે. ‘પુષ્પા ૨’ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી હતી, આશ્ચર્યજનક વાત એ છે કે રિલીઝના બે દિવસમાં જ આ ફિલ્મ ૨૫૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ફિલ્મે ઘણા દિગ્ગજ સુપરસ્ટાર્સની ફિલ્મોને માત આપી છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંડન્ના અભિનીત ‘પુષ્પાઃ ધ રૂલ’ આ વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક હતી. સુકુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની ચાહકો ૩ વર્ષથી રાહ જાેઈ રહ્યા હતા અને આટલી લાંબી રાહ જાેયા બાદ ફિલ્મનું આ ધમાકેદાર પ્રદર્શન જાેઈને દરેકનું દિલ ખુશ થઈ ગયું છે.
વર્ષ ૨૦૨૧માં ‘પુષ્પાઃ ધ રાઈઝ’ રિલીઝ થઈ હતી, જેને લોકોએ પસંદ કરી હતી અને હવે તેનો સિક્વલ ભાગ બમણી રકમ મેળવી રહ્યો છે. કમાણીની વાત કરીએ તો ‘પુષ્પા ૨’એ રિલીઝ પહેલા જ ધૂમ મચાવી દીધી હતી. ૨ દિવસમાં જ ફિલ્મે ૨૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. જાેકે, પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પાઃ ધ રૂલ’એ ૯૦.૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણીની સૌથી ખાસ વાત એ છે કે તેના હિન્દી વર્ઝને તેના તેલુગુ વર્ઝન કરતાં વધુ કમાણી કરી છે. ફિલ્મે તેલુગુમાં ૨૭.૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે હિન્દી વર્ઝનમાં ફિલ્મે ૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘પુષ્પા’ થિયેટરમાં આવતાની સાથે જ બધાને ખબર પડી ગઈ હતી કે દરેક જગ્યાએ એક જ નામ હશે, જે થયું તે બરાબર છે.
દરેકના મગજમાં ફક્ત ‘પુષ્પા ૨’ જ છે. જાે આપણે પહેલા દિવસના કલેક્શનની સરખામણી કરીએ તો શરૂઆતના દિવસની કમાણી કરતાં બીજા દિવસની કમાણીમાં લગભગ ૪૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. ફિલ્મની કુલ કમાણી ૨૬૫ કરોડ રૂપિયા છે. જે રીતે લોકો ફિલ્મને લઈને દિવાના છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે વીકેન્ડના બાકીના બે દિવસમાં ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે. માત્ર બે દિવસમાં રૂ. ૨૫૦ કરોડનો આંકડો પાર કરીને આ ફિલ્મે ‘જવાન’, ‘કલ્કી ૨૮૯૮ એડી’, ‘પઠાણ’ જેવી બીજી ઘણી મહાન ફિલ્મોને પાછળ છોડી દીધી છે.