બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ અવિકા ગૌરનું સેક્સ્યૂઅલ હેરસ થયું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે તે એક ઈવેન્ટને કારણે કઝાકિસ્તાન ગઈ હતી. તેમણે કહ્યું કે તેમના જ બોડીગાર્ડે ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો.
એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતાં અવિકાએ કહ્યું, ‘મને યાદ છે કે કોઈએ મને પાછળથી સ્પર્શ કર્યો હતો, જ્યારે હું પાછી ફરી ત્યારે ત્યાં માત્ર મારો બોડીગાર્ડ હતો. આ પછી એક વખત હું સ્ટેજ પર જઈ રહી હતી ત્યારે કોઈએ મને પાછળથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, હું તરત જ પાછળ ફરીને જોયું હતું. તે સમયે મારા બોડીગાર્ડ સિવાય પાછળ કોઈ ઊભું ન હતું. મારી સાથે આવું બીજી વખત થઈ થયું ત્યારે હું ચૂપ બેઠી ન હતી અવાજ ઉઠાવ્યો હતો.’

અવિકાએ વધુમાં કહ્યું, ‘આ ખૂબ જ શરમજનક હતું. મેં ગાર્ડનો હાથ પકડીને તેમની સામે જોયું હતું. પછી પૂછ્યું – આ શું છે? આ બાદ બોડીગાર્ડે તરત જ માફી માગી હતી. આ પછી મારે શું કરવું જોઈએ? મેં કશું કહ્યું નહીં.’
અવિકાએ કહ્યું કે તે દરમિયાન તેને સમજાતું નહોતું કે શું કરવું જોઈએ. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે તેઓ જાણે છે કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ.
અવિકાએ કહ્યું, ‘જો ત્યારે મારામાં હિંમત હોત તો હું પાછી ફરીને તેને જોરદાર જવાબ આપત. પરંતુ હવે હું તે કરી શકું છું પરંતુ હું નથી ઇચ્છતી કે બીજીવાર ક્યારે પણ મારી સાથે આવું થાય.’

