Entertainment

બૉલિવૂડ કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન

બૉલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેનકા ઈરાની એ મુંબઈની હોસ્પિટલમાં શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે તેમની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત મેનકા ઈરાની કઈ બીમારીથી પીડિત હતા તે હજું સામે આવ્યું નથી. હજી થોડા દિવસ અગાઉ જ મેનકા ઈરાનીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

તો બીજી તરફ ગત દિવસો દરમિયાન જ્યારે ફરાહ ખાન એ મેનકા ઈરાની સાથે એક ફોટ શેર કર્યો હતો. ત્યારે ફરાહે માતા મેનકા ઈરાની ના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને લખ્યું હતું કે, માતા ઘણા દિવસો બાદ સર્જરી કરાવીને ઘર પરત ફરી છે.

જે મારા માટે ખુશીની વાત છે. ત્યારે આ વર્ષે મેનકા ઈરાની એ તેમનો ૭૯ મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો મેનકા ઈરાની બાળ કલાકાર ડેઝી ઈરાની અને હની ઈરાનીની બહેન છે. મેનકા ઈરાની એ ફિલ્મ નિર્માતા કામરાન સાથે લગ્ન કર્યા હતાં ત્યારે મેનકા ઈરાની પણ બોલિવૂડની એક સમયે પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. તેમણે વર્ષ ૧૯૬૩ માં ફિલ્મ બચપનમાં શાનદાર કામ કર્યું હતું. જોકે આ ફિલ્મની કહાની સલીમ ખાનને લખી હતી. તો ફરાહ ખાન એ મેનકા ઈરાની ના જન્મદિવસ પર તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તે વાતની માહિતી અન્ય લોકોને આપી હતી. ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આપણે સૌ આપણી પોતાની માતની કદર કરવામાં વિલંબ કરતા હોઈએ છીએ.

ખાસ કરીને હું. તો ફરાહ ખાને એ આગળ વધુમાં લખ્યું હતું કે, ગયા મહિને મને સમજાયું કે હું મારી માતા મેનકાને કેટલો પ્રેમ કરું છું.. તે સૌથી મજબૂત અને બહાદુર વ્યક્તિ છે. સર્જરી પછી પણ તેમનો રમૂજી સ્વભાવ જોવા મળે છે. હાલ તમે હોસ્પિટલમાં છો અને હું આશા વ્યક્ત કરું છું કે, તમે જલ્દીથી ઘરે પરત આવશો. હું તમારી રાહ જોઈને બેઠી છું. તમે ફરીથી મજબૂત બનો તે માટે હું પ્રાર્થના કરું છું. હું તમને ઘણો પ્રેમ કરું છું.