બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત તેના બેફામ નિવેદનો માટે જાણીતી છે. તાજેતરમાં જ કંગના રનૌતે ઈસ્લામિક નવ વર્ષ મોહરમનો એક વીડિયો શેર કર્યો હતો અને તેને ડરામણો અને વિચિત્ર ગણાવ્યો હતો. અભિનેત્રીએ એમ પણ પૂછ્યું છે કે શું હિન્દુઓએ પણ યુદ્ધની તાલીમ લેવી જોઈએ?.
તાજેતરમાં, એક કિક બોક્સરે મોહરમનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આ કેવા પ્રકારની ઉજવણી છે? ઉદારવાદીઓ અને ઇસ્લામવાદીઓ જવાબ આપશે, આ સૌથી શાંતિપૂર્ણ ઉજવણી છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/29/y7_1722261939.png)
આ વીડિયોને તેના X પ્લેટફોર્મ (અગાઉના ટ્વિટર) પર શેર કરતી વખતે કંગના રનૌતે કહ્યું, ‘આ ખૂબ જ વિચિત્ર અને ડરામણો છે. આ પ્રકારની દુનિયામાં ટકી રહેવા માટે હિંદુ પુરુષોએ પણ અમુક પ્રકારની લડાયક તાલીમ લેવી જોઈએ? આ પ્રકારનું વાતાવરણ જોતાં એવું લાગે છે કે તમારા લોહીને ગરમ રાખવામાં કોઈ નુકસાન તો નથી ને?