Entertainment

‘છોગાળા તારા…’ ગીત પર લગાવ્યા ઠૂમકા, આજે સાંજે સંગીત સેરિમની; જસ્ટિન બીબર પર્ફોર્મ કરવા મુંબઈ પહોંચ્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નનાં ફંક્શન શરૂ થઇ ચૂક્યાં છે. ગઈકાલે રાત્રે કપલે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગરબા નાઈટ સેલિબ્રેટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફંક્શન એન્ટિલિયામાં થયું હતું અને અનંત અંબાણીનાં દાદી કોકિલાબેન દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફંક્શનમાં જાન્હવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેના ભાઈ વીર પહાડિયા સાથે પહોંચ્યો હતો. શિખરે ‘છોગાળા તારા’ ગીત ગાઈને પ્રસંગને વધાવ્યો હતો. આ ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહી છે, જેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળી હતી.

શિખર પહાડિયા ગીત ગાતો જોવા મળ્યો હતો.