Sports

પ્રધાનમંત્રીએ ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૪ વિજેતા ટીમની યજમાની કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાને ICC T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની યજમાની કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુંઃ

“અમારા ચેમ્પિયન્સ સાથે એક ઉત્તમ મીટિંગ! ૭, એલકેએમ ખાતે વિશ્વ કપ વિજેતા ટીમની યજમાની કરી અને ટુર્નામેન્ટ દ્વારા તેમના અનુભવો પર યાદગાર વાતચીત કરી.”