અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને પ્રમોશન પણ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં, ‘પુષ્પા 2’ ની ટીમે હૈદરાબાદમાં એક પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં ડિરેક્ટર સુકુમારે ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુનની પ્રશંસકોની સામે પ્રશંસા કરી, જેને સાંભળીને એક્ટર ભાવુક થઈ ગયો.

પુષ્પા 2’ના ડિરેક્ટર સુકુમાર પણ હૈદરાબાદની પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. મુંબઈ ઈવેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુકુમાર હજી પણ ફિલ્મને ફિનિશિંગ ટચ આપવામાં વ્યસ્ત છે અને તેથી જ તે હાજર નહોતા.

ઇવેન્ટમાં પહોંચેલા સુકુમારે કહ્યું કે ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીના ઉદયમાં અલ્લુ અર્જુનની મહેનત અને સમર્પણની મોટી ભૂમિકા હતી કારણ કે તેની પાસે તો આખી સ્ટોરી પણ તૈયાર નહોતી. વાઈરલ થયેલા એક વીડિયોમાં સુકુમાર કહી રહ્યા છે, ‘પુષ્પા 1 અને ‘પુષ્પા 2’ બની શકે છે કારણ કે હું ‘બન્ની’ (અલ્લુ અર્જુનનું હુલામણું નામ)ને ખૂબ પ્રેમ કરું છું. આમારું બોન્ડિંગ એનર્જી એક્સચેન્જ જેવું છે.

