અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડન (૭૬)નું અવસાન થયું છે. તે અમેરિકાના પેન્સિલવેનિયામાં તેના ઘરમાં શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર્બન મોનોક્સાઇડ લીકેજ થવાના કારણે તેનું મોત થયું હતું. પેન્સિલવેનિયાના બક્સ કાઉન્ટીમાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ તેના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યું હતું.
પછી જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો હેડન પણ ઘરના બીજા માળે બેડરૂમમાં મૃત હાલતમાં પડેલી હતી. પોલીસે જણાવ્યું કે ન્યૂ હોપ ઇગલ વોલેન્ટિયર ફાયર કંપની પણ ઘટનાસ્થળે પહોંચી અને જાેયું કે ઘરમાં કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો છે.
કાર્બન મોનોક્સાઈડના સંપર્કમાં આવવાથી બે ડોક્ટર અને એક પોલીસ અધિકારી પણ બેભાન થઈ ગયા હતા. આ કેસની હાલમાં સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેસ હીટિંગ સિસ્ટમ પર ગંદી ચીમની અને એક્ઝોસ્ટ પાઇપને કારણે કાર્બન મોનોક્સાઇડ લીક થયું હતું.
જેનાથી ડેલ હેડનનો જીવ લીધો અને ૪ લોકોને બેભાન કરી દીધા. ડેલ હેડન ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકાનું સૌથી લોકપ્રિય નામ હતું. એક મોડેલ તરીકે તે વોગ, કોસ્મોપોલિટન, એલે અને એસ્ક્વાયરના કવર પર ઘણી વખત દેખાઈ હતી, જ્યારે ૧૯૯૫ સુધી તેણે ડઝનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં ૧૯૯૪ની જ્હોન કુસેક અભિનીત ‘બુલેટ્સ ઓવર બ્રોડવે’ પણ સામેલ છે.
હેડને તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેણે પુત્રી રયાનને જન્મ આપ્યા બાદ મોડલિંગની દુનિયા છોડી દીધી. આ પછી તે લગભગ દોઢ દાયકા સુધી મોડલિંગથી દૂર રહી, પરંતુ ૧૯૯૧ માં તેના પતિના મૃત્યુ પછી તેણે ફરીથી કામ પર પાછા ફરવું પડ્યું. તેણે ૨૦૦૩માં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને કહ્યું હતું કે લોકોએ મને ત્યારે કહ્યું હતું કે તું આ ઉંમરે મોડલિંગ માટે યોગ્ય નથી. પરંતુ સંઘર્ષ બાદ તેને મોડલિંગ અને એક્ટિંગમાં સારું કામ અને નામ મળ્યું. એટલું જ નહીં તેણીએ ઝ્રમ્જીના ‘ધ અર્લી શો’ માટે બ્યુટી સેગમેન્ટ પણ હોસ્ટ કર્યું હતું.