Entertainment

ગુરુચરણે દિલ્હી​​​​​​​ પોલીસને કહ્યું, ‘હું સાંસારિક જીવન છોડીને અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં ​રોકાયો હતો’​​​​​​

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરુચરણ સિંહ ત્રણ અઠવાડિયા પછી શુક્રવારે પોતાના ઘરે પરત ફર્યા છે. તે 22 એપ્રિલથી ગુમ હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે દુનિયાદારીની ચિંતા છોડીને આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા. તેમણે કહ્યું કે, આ ત્રણ અઠવાડિયામાં તેણે અમૃતસર, લુધિયાણા સહિત ઘણાં શહેરોના ગુરુદ્વારાની મુલાકાત લીધી. પછીથી તેને લાગ્યું કે હવે તેણે ઘરે પરત ફરવું જોઈએ, તેથી તે પાછો ફર્યો.