Entertainment

વર્ષ ૨૦૨૪માં ઘણા બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં અને સાઉથના બોલીવુડમાં એન્ટ્રી કરી

દર વર્ષે કોઈના કોઈ નવા સ્ટાર પોતાની કિસ્મત અજમાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે છે. આ વર્ષે ૨૦૨૪માં કેટલાક નવા સ્ટારે એક્ટિંગમાં કરિયર શરુ કર્યું છે. તો બોલિવુડ અને સાઉથના કેટલાક સ્ટાર છે જેમણે બોલિવુડ અને સાઉથમાં ડેબ્યુ કર્યું છે. કેટલાક સ્ટારની ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ ૨૦૨૪માં બોલિવુડમાંથી એક નામ ખુબ ચર્ચમાં રહ્યું છે. તે નામ છે બોબી દેઓલનું, અભિનેતાએ વર્ષ ૨૦૨૪માં મોટા બજેટની ફિલ્મ કંગુવામાં સાઉથ સ્ટાર સાથે મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે પરંતુ બોબી દેઓલની એક્ટિંગ અને લુકના ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે.

આ તેની પહેલી સાઉથ ફિલ્મ હતી. બોલિવુડની સ્ટાર અભિનેત્રી જાહ્નવી કપૂર પણ સાઉથમાં ડેબ્યુને લઈ ખુબ ચર્ચામાં રહી છે. તેમણે જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાથી તેલુગુમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ દ્વારા તે પહેલ વખત કોઈ સાઉથ ફિલ્મમાં જાેવા મળી છે. વર્ષ ૨૦૨૪માં દિશા પટની બીજી એવી અભિનેત્રી રહી જેમણે બોલિવુડ બાદ સાઉથમાં પોતાની એક્ટિગ દેખાડી છે. તેમણે કલ્કિ ૨૮૯૮ એડીથી સાઉથમાં ડેબ્યુ કર્યું છે.

જેમાં તે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા કલાકારોની સાથે જાેવા મળી હતી. ફિલ્મનું નિર્દેશન સાઉથના ડાયરેક્ટર નાગ અશ્વિને કર્યું હતુ. સાઉથની બીજી ફિલ્મ કંગુવામાં પણ જાેવા મળી હતી. જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાથી જાહન્વીએ તેલુગુમાં ડેબ્યુ કરવાની સાથે સેફ અલી ખાને પણ સાઉથમાં ડેબ્યુ કર્યું છે. તેની એક્ટિંગ ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા વિલનના પાત્રમાં જાેવા મળ્યો હતો.પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો નથી. બોલિવુડના કેટલાક કલાકારોએ સાઉથમાં એન્ટ્રી કરી છે. તો કેટલાક સાઉથ સ્ટારે બોલિવુડમાં એન્ટ્રી કરી છે.

જેમાં કીર્તિ સુરેશનું નામ સામેલ છે. કીર્તિ સુરેશ વરુણ ધવનની સાથે પહેલી વખત બેબી જાેનમાં જાેવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે. આ સિવાય સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પોતાના બોલિવુડ ડેબ્યુને લઈ ખુબ ચર્ચામાં છે. તેમણે પ્રાઈમ વીડિયો સીરિઝ સિટાડેલ હની બનીમાં જાેવા મળી હતી. આ પ્રિયંકા ચોપરાની હોલિવુડ સીરિઝની હિંદી રિમેક છે.જેમાં વરુણ સાથે સામંથા એક્શન મોડમાં જાેવા મળી હતી.