Entertainment

જસ્ટિન બીબરનું શાનદાર પર્ફોર્મન્સ, અંબાણી પરિવાર ‘ઓમ શાંતિ ઓમ…’ના તાલે ઝૂમી ઊઠ્યો

અનંત-રાધિકા 12 જુલાઈએ લગ્નના તાંતણે બંધાઈ જશે, પરંતુ લગ્નનાં ફંકશન માર્ચથી જ શરૂ થઇ ચૂક્યાં છે. અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે કપલ માટે એક ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું છે.

સંગીત સેરેમની માટેનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ છે. ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબર આ ઈવેન્ટનો ભાગ બન્યો છે. ભારતીય ફિલ્મઉદ્યોગની ઘણી હસ્તીઓએ પણ તેમની હાજરીથી રેડકાર્પેટ જલવો દેખાડ્યો હતો અને સાંજને યાદગાર બનાવી હતી.