હાલમાં જ માહિતી મળી રહી છે કે, એક્ટર અનિલ કપૂર ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં જોવા નહીં મળે. ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનિલ કપૂરે ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં રિપ્લેસ થવા અંગે રિએક્શન આપ્યું છે.
જ્યારે તેમને અંગે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું- આ પારિવારિક મામલો છે, ઘરની વાત છે, આ અંગે શું વાત કરવી?’

હકીકતમાં અગાઉ બોનીએ કહ્યું હતું કે, અનિલ એ વાતથી ખુશ નથી કે તેમને સિક્વલમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે. બોની કપૂર દ્વારા કરવામાં આવેલા દાવા પર રિએક્શન આપતા અનિલે કહ્યું, ‘જુઓ ઘરની બાબતો વિશે ચર્ચા કેમ કરવી જોઈએ. અને તેઓ (બોની) ક્યારેય ખોટા નથી હોતા.’
નોંધનીય છે કે, બોની કપૂર ‘નો એન્ટ્રી 2’ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે, અનિલ કપૂર તેમના નાના ભાઈ છે. આ કારણો સર અનિલે કહ્યું કે, પારિવારિક મુદ્દાઓ પર વાત કરવાનો કોઈ અર્થ નથી.