ફિલ્મ ડિરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને આ વર્ષની ટોચની શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મે ફિલ્મ ફેસ્ટિવલમાં 23 થી વધુ ટાઇટલ જીત્યા છે. આટલું જ નહીં આ ફિલ્મને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ફેવરિટ ફિલ્મોની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે.
ભારતીય ફિલ્મ ઓબામાની ફેવરિટ બની દર વર્ષની જેમ આ વર્ષે પણ બરાક ઓબામાએ વર્ષના અંતમાં તેમની મનપસંદ ફિલ્મોની યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમના ચાહકોને તે જોવાની સલાહ આપી છે. આ વખતે તેમની યાદી કંઈક વિશેષ બની રહી છે, કારણ કે તેમણે આ યાદીમાં ડિરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ને ટોપ પર સામેલ કરી છે.
સોશિયલ મીડિયા પર લિસ્ટ શેર કર્યું શુક્રવારે બરાક ઓબામાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં લખ્યું છે – 2024ની બરાક ઓબામાની મનપસંદ ફિલ્મોની યાદી. આમાં ફિલ્મ ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ને ટોપ પર રાખવામાં આવી છે. તે પછી ફિલ્મો ‘કોન્ક્લેવ’, ‘ધ પિયાનો લેસન’, ‘ધ પ્રોમિસ્ડ લેન્ડ’, ‘ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ’, ‘ડ્યુન પાર્ટ 2’, ‘અનોરા’, ‘ડીડી’, ‘સુગરકેન’, ‘અ કમ્પ્લીટ અનનોન’.
આ પોસ્ટના કેપ્શનમાં બરાક ઓબામાએ લખ્યું, ‘આ કેટલીક ફિલ્મો છે જે હું આ વર્ષે તમે જુઓ તેવું ઇચ્છું છું’