ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ૬૯મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જાદુ જાેવા મળ્યો હતો. તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીની સાથે બંનેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો છે. જાે કે તે બાદ બંનેએ જમાલકુડૂ પર સાથે ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આલિયા-રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી સિવાય જે વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે તે છે ‘એનિમલ’ના રણવિજય એટલે કે રણબીર અને ઝોયા એટેલે તૃપ્તિ ડિમરીની જાેડીની. આ જાેડીએ ફરી એકવાર ધૂમ મચાવી છે.
બંનેને એકસાથે જાેઈને ચાહકોને માત્ર ભાભી ૨ જ યાદ નથી આવી પરંતુ તે રોમેન્ટિક બોલ્ડ સીન પણ યાદ આવ્યા હતા. આ સ્ટાર્સે ફિલ્મફેર ૨૦૨૪માં તેમના અદ્ભુત પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. ‘એનિમલ’ અભિનેતા રણબીર કપૂરે કોસ્ટાર તૃપ્તિ ડિમરી સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો અને તેના અભિનયથી સ્ટેજ પર આગ લગાવી દીધી. બંનેના આ ડાન્સ પરફોર્મન્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, રણબીર કપૂરે ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪માં ‘એનિમલ’ના ગીત પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન ‘એનિમલ’ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ તેને સપોર્ટ કર્યો હતો. બંને શાનદાર અંદાજમાં સાથે ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. બંનેનું પરફોર્મન્સ એકદમ બોલ્ડ અને જબરદસ્ત હતુ, જેની ઝલક જાેઈને ચાહકોને ‘એનિમલ’ યાદ આવી ગઈ. ચાહકોને આ એક્ટમાં બંને વચ્ચેનો રોમાન્સ અને જાેરદાર કેમેસ્ટ્રી જાેવા મળી.
બંનેને ફરી એક સાથે જાેઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા. જ્યારે રણબીરે આ પરફોર્મન્સ માટે બ્લેક આઉટફિટ પહેર્યો હતો, જ્યારે તૃપ્તિ ડિમરીએ લાલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. બંનેનું આ એક્ટ એકદમ બોલ્ડ હતું. હવે ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪નો રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાય ધ વે, આ પરફોર્મન્સ દરમિયાન રણબીર કપૂરે પણ આલિયા ભટ્ટ સાથે ‘જમલ કુડુ’ પર ડાન્સ કર્યો હતો. બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જાેવા મળ્યા. ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ આલિયા અને રણબીર બંને માટે ખૂબ જ યાદગાર અને નસીબદાર હતો. રણબીરને ‘એનિમલ’ માટે શ્રેષ્ઠ અભિનેતા પુરૂષનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે આલિયાને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.