Entertainment

શાહરૂખ ખાન પરિવાર સાથે લંડનથી પરત ફર્યો

શાહરૂખ ખાન અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપીને લંડન ગયો હતો. હવે તે પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો છે. પત્ની ગૌરી ખાન અને નાના પુત્ર અબરામ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. શાહરૂખ બ્લેક આઉટફિટમાં અને અબરામ ખાન બ્લૂ ટી-શર્ટ અને બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે.

ગૌરી ખાને સફેદ લાંબા શર્ટ પર બેજ રંગનું બ્લેઝર અને માથા પર મેચિંગ કેપ પહેરી છે. શાહરૂખ ખાને પહેલા પોતાના પુત્ર અને પત્નીને કારમાં બેસાડ્યા અને પછી કારમાં બેસી ગયો.