સાઉથના સુપરસ્ટાર ધનુષે ગત વર્ષે ચેન્નાઈના પોશ વિસ્તાર પોએસ ગાર્ડનમાં નવો બંગલો ખરીદ્યો હતો. આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ધનુષનો આ બંગલો સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ સીએમ સ્વર્ગસ્થ જયલલિતાના ઘર પાસે છે.
હાલમાં જ આટલી મોટી પ્રોપર્ટીની માલિકી અંગે ચાલી રહેલી ચર્ચા વિશે વાત કરતી વખતે ધનુષે તેના બાળપણની એક ઘટના શેર કરી. એક્ટરે એ પણ જણાવ્યું કે તેમણે આ વિસ્તારમાં જ ઘર કેમ લીધું.

