Entertainment

સબ ટીવીના શોમાં ‘ટપ્પુ’ની એન્ટ્રી, ૭ વર્ષ પછી ટીવી પર વાપસી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નાના ટપ્પુની તોફાન લોકોને આજે પણ યાદ છે. ૯ વર્ષ સુધી અભિનેતા ભવ્ય ગાંધીએ ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. જ્યારે તેણે શો છોડવાનો ર્નિણય કર્યો ત્યારે શોના ઘણા ચાહકો તેના ર્નિણયથી નારાજ હતા. સોની સબ ટીવીનો આ ફેમસ શો છોડ્યા બાદ ભવ્યે નાના પડદાથી દૂરી બનાવી લીધી હતી. હવે ૭ વર્ષ બાદ ફરી એકવાર તે સોની સબ ટીવીના શોમાં એન્ટ્રી કરી રહ્યો છે.

પરંતુ આ વખતે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નહીં પરંતુ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં જાેવા મળશે. ભવ્યા જેડી મજીઠિયાની ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં નેગેટિવ પાત્રમાં જાેવા મળશે. મતલબ કે આ વખતે લોકોને હસાવનાર ‘ટપ્પુ’ ને લોકો નફરત કરવા જઈ રહ્યા છે. ભવ્ય ગાંધીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર સકારાત્મક પાત્રો જ ભજવ્યા છે. પરંતુ આ વખતે તે પાગલની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

આ એક ગ્રે શેડેડ પાત્ર હશે, જે સંપૂર્ણપણે સાયકો હશે. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે આ સાયકો કેવી રીતે પુષ્પા અને તેના પરિવારને બરબાદ કરવાનો પ્રયાસ કરશે અને પુષ્પા તેના પરિવાર પર આવી પડેલી આ મુશ્કેલીનો કેવી રીતે સામનો કરશે.

વર્ષ ૨૦૧૭માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કર્યા બાદ ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા હતા. ભવ્યે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજે’થી કરી હતી. આ ફિલ્મ પછી, તેણે બાપ ધમાલ દિકરો કમલ, બૌ ના વિચાર, તારી સાથી, કહાવતલાલ પરિવાર જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું. તેને તેની એક્ટિંગ માટે ઘણા એવોર્ડ્‌સ પણ મળ્યા છે.

તાજેતરમાં, ભવ્ય ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ૧૦ વર્ષની ઉંમરે, તેણે ‘તારક મહેતા…’ને અલવિદા કરતાં પહેલાં ૯ મહિનાનો નોટિસ પીરિયડ પસાર કર્યો હતો. તેણે કહ્યું કે તે પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. અંગત વિકાસની ચિંતા તેને શાંતિથી ઊંઘવા દેતી ન હતી અને તેના કારણે તેણે ‘તારક મહેતા…’ જેવો પ્રખ્યાત શો છોડવાનો ર્નિણય લીધો હતો. સામાન્ય રીતે, કોઈપણ શો છોડતા પહેલા, અભિનેતાને પ્રોડક્શન માટે ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવા માટે જાણ કરવામાં આવે છે.

પરંતુ તેની મૂંઝવણને કારણે ભવ્યે આ શો સાથે પૂરા ૯ મહિના કામ કર્યું. ભવ્યા પછી રાજ અનડકટે તેની જગ્યા લીધી. રાજ આ શો સાથે ૫ વર્ષ સુધી હતો. ૫ વર્ષ પછી, રાજે પણ તેની વ્યક્તિગત વૃદ્ધિને કારણ આપીને શો છોડવાનો ર્નિણય કર્યો. વર્ષ ૨૦૨૨ માં રાજના ગયા પછી, ટપ્પુના રોલ માટે નીતિશ ભુલાનીની પસંદગી કરવામાં આવી હતી. નીતિશ આ શોના ત્રીજા ટપ્પુ છે.