સુપરસ્ટાર શાહરુખ ખાને ગત વર્ષે ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. હવે કિંગખાને એક ઇન્ટરવ્યૂમાં તેમના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.
આઈપીએલ મેચ દરમિયાન એક વાતચીતમાં કિંગ ખાને કહ્યું કે તે જુલાઈ અથવા ઓગસ્ટથી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.

ત્રણ ફિલ્મોમાં ઘણી મહેનત કરી: શાહરુખ
ટૂંકા બ્રેક લેવાના નિર્ણય વિશે વાત કરતાં શાહરુખે કહ્યું, ‘મને લાગ્યું કે હું થોડો આરામ કરી શકું છું. મેં ત્રણ ફિલ્મો (પઠાન, જવાન અને ડંકી) કરી છે, તેમાં ઘણી મહેનત કરી હતી. આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે હવે હું થોડો આરામ કરી શકું. મેં મારી IPL ટીમને પણ કહ્યું હતું કે હું તમામ મેચમાં આવીશ.’

આ દિવસોમાં હું સંપૂર્ણ ફ્રી છુંઃ શાહરુખ
શાહરુખે કહ્યું કે તે તેની આગામી ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ અથવા જુલાઈમાં શરૂ કરી શકે છે. એક્ટરે કહ્યું, ‘મારું શૂટિંગ હવે ઓગસ્ટ અથવા જુલાઈમાં છે. આવી સ્થિતિમાં હું આ દિવસોમાં સંપૂર્ણપણે ફ્રી છું અને મારી IPL ટીમને સપોર્ટ કરવા માટે દરેક મેચ દરમિયાન હાજર રહી શકું છું. હું અહીં (ઈડન ગાર્ડન્સ) ખુશીથી આવું છું.
દીકરીની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે
જો કે,એક્ટરે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તેની આગામી ફિલ્મ કઈ હશે. એવી ચર્ચા છે કે તે ‘પઠાન-2’નું શૂટિંગ શરૂ કરી શકે છે. આ સિવાય તેની પાસે સુજોય ઘોષની એક્શન-થ્રિલર ‘કિંગ’ પણ છે, જેમાં શાહરુખની પુત્રી સુહાના ખાન ડેબ્યૂ કરશે. સિદ્ધાર્થ આનંદ તેનું નિર્માણ કરી રહ્યા છે.


