Entertainment

ફિલ્મફેર એવોર્ડ્‌સની ૬૯મું એડિશન ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું

રણબીર-આલિયા બેસ્ટ એક્ટર્સ, ફિલ્મ ‘૧૨વી ફેલ’ અને ફિલ્મ ‘એનિમલ’એ મચાવી ધૂમ

ફિલ્મફેર એવોર્ડ્‌સની ૬૯મું એડિશન રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું હતું. જ્યારે કરણ જાેહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો, ત્યારે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જાેવા મળ્યા હતા. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના સન્માન માટે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્‌સ ૨૦૨૪માં વિક્રાંત મેસી સ્ટારર ’૧૨વી ફેલ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે ધૂમ મચાવી હતી. બંને ફિલ્મોએ ૫-૫ એવોર્ડ જીત્યા છે. બોલિવુડના પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આ એવોર્ડ સેરેમની ખાસ રહી હતી કારણ કે બંને એક્ટર્સે પોતપોતાની કેટેગરીમાં ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ એક્ટર્સ’નો એવોર્ડ જીત્યો હતો. વિક્રાંત મેસીના સરપ્રાઈઝ હિટ ૧૨વી ફેલએ એવોર્ડ જ્યુરીને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા. આ ફિલ્મ માટે વિક્રાંતને ‘બેસ્ટ એક્ટર’ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જ મળ્યો હતો, ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાને પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ફિલ્મફેર એવોર્ડ્‌સ ૨૦૨૪ ના વિનર્સનું આખી યાદી

બેસ્ટ ફિલ્મ – ૧૨વી ફેલ
બેસ્ટ ડાયરેક્ટર – વિધુ વિનોદ ચોપરા
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) – જાેરમ
બેસ્ટ એક્ટપ ઈન લીડિંગ રોલ (મેલ) – રણબીર કપૂર (એનિમલ)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) – વિક્રાંત મૈસી (૧૨વી ફેલ)
બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (ફીમેલ) – આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) – રાની મુખર્જી (મિસેજ ચૈટર્જી વર્સેઝ નોર્વે) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) – વિકી કૌશલ (ડંકી)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ) – શબાના આઝમી (રૌકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે – જરા હટકે જરા બચકે)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ – એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી – એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શિલ્પા રાવ (બેશરમ રંગ – પઠાણ)
બેસ્ટ સ્ટોરી- અમિત રાય (ર્ંસ્ય્ ૨), દેવાશીષ મખીજા (જાેરમ)
બેસ્ટ સ્ક્રીનપ્લે – વિધુ વિનોદ ચોપરા (૧૨વી ફેલ)
બેસ્ટ ડાયલોગ- ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી- અવિનાશ અરુણ ધવારે (થ્રી ઓફ અસ)
બેસ્ટ એડિટિંગ- જસકુંવર સિંહ કોહલી- વિધુ વિનોદ ચોપરા (૧૨વી ફેલ)
બેસ્ટ એક્શન- જવાન
બેસ્ટ ફહ્લઠ- રેડ ચિલીઝ ફહ્લઠ (જવાન)
બેસ્ટ કોરિયોગ્રાફી- ગણેશ આચાર્ય (વ્હાટ ઝુમકા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- તરુણ ડુડેજા (ધક ધક)
બેસ્ટ ડેબ્યૂ (મેલ) – આદિત્ય રાવલ (ફરાઝ)
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) – અલીજેહ અગ્નિહોત્રી (ફર્રે)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- સુબ્રતા ચક્રવર્તી, અમિત રે (સૈમ બહાદુર)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન- સચિન લવલેકર, દિવ્યા ગંભીર, નિધિ ગંભીર (સૈમ બહાદુર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- કુણાલ શર્મા (સૈમ બહાદુર), સિંક સિનેમા (એનિમલ)
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ- ડેવિડ ધવન
આર.ડી બર્મન એવોર્ડ ફોર અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ – શ્રેયસ પુરાણિક – (સતરંગા-એનિમલ)

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *