એક્ટ્રેસ મહિમા ચૌધરી લગ્ન પહેલાં ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે રિલેશનશિપમાં હતી. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને અલગ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેસે મોડલ રિયા પિલ્લઈના કારણે મહિમા સાથે છેતરપિંડી કરી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહિમાએ કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે તેમના જીવનમાં મારા સિવાય કોઈ બીજું પણ છે, ત્યારે મેં તેમને છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું. તે ચોક્કસપણે એક મહાન ખેલાડી છે, પરંતુ તેમણે મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. ‘મિસ માલિની’ને આપેલા ઇન્ટરવ્યૂમાં મહિમા ચૌધરીએ લિએન્ડર પેસ અને તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું- લિએન્ડર પેસ મારી સાથે ઈમાનદાર નહોતો. જ્યારે મને ખબર પડી કે તે બીજા કોઈને ડેટ કરી રહ્યો છે ત્યારે હું દંગ રહી ગઈ હતી. મારા માટે બધું મુશ્કેલ હતું. પછી મેં મારી જાતને નિયંત્રિત કરી અને તેને છોડી દેવાનું જ બેસ્ટ માન્યું હતું.