ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. તેનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી ડિસેમ્બર 2024માં તેના કરતા 9 વર્ષ નાના શુભમન ગિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિદ્ધિમાએ હવે એક ઈન્ટરવ્યૂમાં આ અહેવાલો પર સ્પષ્ટતા આપી છે. તેણે શુભમનને ક્યૂટ પણ કહ્યો છે.
ફિલ્મી જ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રિદ્ધિમાએ કહ્યું, ‘પહેલી વાત તો એ છે કે હું શુભમનને ઓળખતી પણ નથી. તે એક મહાન ખેલાડી છે પરંતુ હું તેને અંગત રીતે ઓળખતી નથી. જ્યારે હું ક્યારેય તેને મળીશ ત્યારે મને ખાતરી છે કે અમે આ વિશે વાત કરીને હસશું. તે ખૂબ જ ક્યૂટ છે પણ અત્યારે એવું કંઈ નથી.’

થોડા મહિના પહેલા પણ રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર શુભમન સાથેના લગ્નના સમાચારને નકારી કાઢ્યા હતા. એક પોસ્ટ શેર કરીને તેણે કહ્યું હતું, ‘મારી સવારની શરૂઆત ઘણા પત્રકારોના કોલથી થઈ હતી. બધા મારા આગામી લગ્ન વિશે જાણવા માગતા હતા. પણ કયા લગ્ન? કોની સાથે ?’
‘જો મારા જીવનમાં આવું કંઈક થતું હોય. જો હું લગ્ન વિશે વિચારી રહી છું, તો હું વ્યક્તિગત રીતે તેની જાહેરાત કરીશ. હાલમાં આ સમાચારમાં કોઈ સત્યતા નથી.’

