Entertainment

ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે, નવા પોસ્ટરમાં અલ્લુ અર્જુન સિગ્નેચર પુષ્પા લુકમાં જોવા મળ્યો

દર્શકો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ને રિલીઝ થવામાં હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે.

આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે જો કે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ જોરદાર બિઝનેસ કર્યો છે.

દર્શકોને ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં પણ સારી કમાણી કરી હતી.

અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરે ફરી એકવાર ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે.

આ નવા પોસ્ટરમાં એક્ટર અલ્લુ અર્જુન તેના સિગ્નેચર પુષ્પા લુકમાં જોવા મળી રહ્યો છે, જેમાં તેનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે.

નવા પોસ્ટરમાં અલ્લુ અર્જુન ખૂબ જ ગંભીર, બળવાખોર અને તેના ‘પુષ્પા’ લુકમાં આત્મવિશ્વાસથી ભરેલો બેઠો જોવા મળે છે.