Entertainment

ફિલ્મ સાલાર ૨ અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે. ત્યારે તેનો ક્રેઝ જાેવા લાયક હોય છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પણ કાંઈ આવી જ છે. ફિલ્મ રિલીઝ થઈને ૧૩ દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે ફિલ્મના કલેક્શનના આંકડાઓ શાનદાર છે. Sacnilkના રિપોર્ટ મુજુબ સાલાર પ્રભાસના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ ફિલ્મ એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. ૧૨ દિવસે આ ફિલ્મે ભારતમાં ૩૬૮.૩૨ કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતુ.

હવે ૧૩માં દિવસે ૫.૨૫ કરોડનો બિઝનેસ પણ કર્યો છે. આ સાથે ઈન્ડિયામાં કુલ મેળવી સાલારે અત્યારસુધી ૩૭૩.૫૭ કરોડ રુપિયા કમાયા છે.. વર્લ્ડવાઈડ પણ ફિલ્મનું કલેક્શન જાેવા લાયક છે. ટ્રેડ એક્સપર્ટ Manobala Vijayabalan મુજબ આ ફિલ્મે ૧૨ દિવસમાં ૬૫૦ કરોડ રુપિયા કમાય લીધા છે. આ સાથે આ ફિલ્મ પ્રભાસની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા બાહુબલીએ આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

૧૨ દિવસમાં સાલારે ૬૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ ૧૪૯.૫૦ કરોડ રુપિયા કમાય લીધા છે. એડવાન્સ બુકિંગમાં જ સાલારે અંદાજે ૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ઓપનિંગ ડે પર ફિલ્મે ૯૦.૭ કરોડ રુપિયા કમાયા હતા. પહેલા વીકએન્ડ પર તો આ ફિલ્મે ૩૦૦ કરોડનો આંકડો આરામથી પાર કરી લીધો હતો હવે એ જાેવાનું રહેશે કે, બીજા અઠવાડિયામાં ફિલ્મ કેવી કમાલ કરે છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *