Entertainment

પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું, ગુગલ સર્ચમાં મળ્યું ખાસ સ્થાન; 60 લાખના અંદાજિત ખર્ચે તૈયાર થયું આ સ્ટેચ્યુ

સમગ્ર વિશ્વમાં અમિતાભ બચ્ચનના ચાહકો છે. બિગ બીના એક ભારતીય-અમેરિકન ચાહકે તેમના ઘરની બહાર તેમનું સ્ટેચ્યુ મૂક્યું. આ સ્ટેચ્યુના કારણે, તેમનું ઘર એક ફેમસ ટુરિસ્ટ અટ્રેક્શનમાં ફેરવાઈ ગયું, જે હવે ગૂગલ સર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. કહેવાય છે કે આ સ્ટેચ્યુ પાછળ 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ભારતીય-અમેરિકન બિઝનેસમેન ગોપી સેઠે ઓગસ્ટ 2022 માં ન્યૂયોર્કમાં મેનહટ્ટનથી લગભગ 35 કિલોમીટર દક્ષિણમાં એડિસન શહેરમાં તેમના નિવાસસ્થાનની બહાર અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ મૂક્યું હતું.

પીટીઆઈ સાથે વાત કરતા ગોપી સેઠે કહ્યું- અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુના કારણે અમારું ઘર પ્રવાસીઓને આકર્ષિત કરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું છે. ગૂગલ સર્ચ દ્વારા માન્યતા મળ્યા પછી, આ સ્થળની મુલાકાત લેનારા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. વિશ્વભરમાંથી દરરોજ 20 થી 25 પરિવારો આવે છે. પ્રતિમા સાથે ‘સેલ્ફી’ લે છે અને તેને ‘ઇન્સ્ટાગ્રામ’, ‘X'(જૂનું ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.