Entertainment

ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયા’નું ટાઈટલ સોન્ગ રિલીઝ થયું

મુંબઈ,
ટાઈગર અને અક્ષયની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના ટાઈટલ ટ્રેકનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટાઈટલ ટ્રેક જૂના બડે મિયાં છોટે મિયાંના ટાઈટલ ટ્રેકથી સાવ અલગ લાગે છે. બંને સ્ટાર્સને ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરતા જાેઈને અમુક ફેન્સ પણ ખુશ છે. જાે કે કેટલાક લોકો એવા છે જેમને આ ટ્રેક બિલકુલ પસંદ આવ્યો નથી. સંપૂર્ણ ગીત રિલીઝ થઈ ગયું છે, જેની માહિતી ટીઝરના અંતમાં આપવામાં આવી છે. બડે મિયાં છોટે મિયાંના ટાઈટલ ટ્રેકમાં અનિરુદ્ધ રવિચંદર અને વિશાલ મિશ્રાએ પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે કંપોઝર વિશાલ મિશ્રા છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ પર સોન્ગ શેર પણ કર્યું છે. આને શેર કરતી વખતે બંનેએ લખ્યું છે,

“બિગ બેંગના એક દિવસ પહેલા, એક નાનું ટીઝર.”
તાજેતરમાં, અક્ષય કુમારે ફેન્સ સાથે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનો મ્‌જી વીડિયો શેર કર્યો હતો. આ મ્‌જી સીન જબરદસ્ત એક્શન અને રોમાંચથી ભરેલો હતો. ફિલ્મના ટાઈટલ ટ્રેક સોન્ગની વાત કરીએ તો સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી તેના પર મિશ્ર પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. બડે મિયાં છોટે મિયાં ટાઈટલ ટ્રેકના ટીઝર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “ઓવર એક્ટિંગ માટે ૫૦ રૂપિયા કાપો.” અન્ય યુઝરે લખ્યું છે કે, “કંઈક ધમાકો થવા જઈ રહ્યો છે.” અન્ય એક યુઝરે લખ્યું, “તમે આને શું બનાવી દીધું છે?” બીજાએ લખ્યું છે કે, “મને નથી ખબર કે લોકો બોલિવૂડમાં શું-શું બનાવવા લાગ્યા છે.” આ રીતે ગીતના ટિઝરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *