કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના ધારવાળી ખોડિયાર મંદિર નજીક આવેલ પટેલ સમાજ ખાતે તા. 12/8/24 ને સાંજે 4:30 કલાકે પટેલ સમાજ વેરાવળ ખાતે ભૌતિક સુવિધાથી સજ્જ એવા શ્રી લેઉવા પટેલ સમાજ ભવનનું માનનીય શ્રી જયેશભાઇ રાદડિયા ના વરદ હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ હતું.જેમાં જયેશભાઈ નું આગમન થતા મહિલાઓ તથા બાળાઓ દ્વારા ફૂલ પાથરી સ્વાગત કરાયું હતું.

તેમજ કાર્યક્રમ ની શરૂઆત જયેશભાઇ રાદડિયા ને છાલ ઓઢાદિને તાલુકા ભાજપ પ્રમુખ જશમતભાઈ સાંગાણી,તાલુકા પંચાયત સભ્ય વાલજીભાઇ કોરાટ,ધીરુભાઈ આસોદરીયા,જગુભાઈ કોરાટ સહીતનાઓ એ સ્વાગત કર્યું હતું.અને હાર પહેરાવી પ્રમુખ શ્રી ચુનીભાઇ કોરાટ, અને દેવજીભાઈ વોરા સહીતનાઓ સ્વાગત કરેલ હતું. અને રેનીશભાઈ કોરાટ,કલ્પેશભાઈ વસોયા,જયેશ કાપડિયા,ઉમેશભાઈ સાંગાણી,દિલીપભાઈ વડોદરિયા,રમેશભાઈ વડોદરિયા,રેનીશ વેકરીયા,ભાવેશ કાપડિયા,જીગ્નેશ ખુંટ સહીત નાઓ એ બુકે આપી જયેશભાઇ નું સ્વાગત કરેલ હતું.તેમજ વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા નું બુકે આપી અંકિત આસોદરીયા અને હાર્દિક કોરાટે સ્વાગત કરેલ હતું.
તેમજ શાપર ના સરપંચ જયેશભાઈ કાકડિયા નું બુકે આપી સ્વાગત ધનસ્યામભાઈ કોરાટ અને જયેશભાઈ ડોબરીયા એ કરેલ હતું. કાર્યક્રમ ના અંતે જયેશભાઇ રાદડિયા દ્વારા સંબોધન કરી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વેરાવળ ની કામગીરી ને બિરદાવી હતી.જેમાં આ તકે સમાજ ના ભાઈઓ તથા બહેનો વડીલો સમાજશેષઠીઓ, શ્રી પટેલ સેવા સમાજ સમિટી ના સભ્યો વગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર રાજકોટ

