Gujarat

 હાલ શાપર વેરાવળ ખાતે ફરજ બજાવતા પીએસઆઇ આર.કે.ગોહિલને પીઆઇનું પ્રમોશન મળતા પરીવારજનો અને મિત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો

 ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતમાં પી એસ આઈ તરીકે ફરજ બજવતા પોલીસ જવાનોને પીએસઆઈ માંથી પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું જેમાં હાલ શાપર વેરાવળ ખાતે તેમજ અગાઉ યાત્રાધામ વીરપુર પોલીસ મથકે તેમજ જુનાગઢ એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા રાજદિપસિંહ ગોહીલને પીઆઈ તરીકેનું પ્રમોશન મળતા પોલીસ બેડામાં તેમજ પરિવારજનો અને બહોળા મિત્રવર્ગમાં ખુશી જોવા મળી હતી,
 પિએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન મેળવનાર આર કે ગોહિલ અગાઉ સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામ ખાતે તેમજ જુનાગઢ એલસીબી બ્રાન્ચમાં સુંદરને સરાહનીય કામગીરી બજાવી હતી જેમાં જુનાગઢ જિલ્લાના અસામાજિક તત્વો અને બૂટલેગરોને ભોભિતર કરી દીધા હતા,તેમાં ખાસ કરીને યાત્રાધામ વીરપુરમાં પીએસઆઇ રાજદિપસિંહ કે.ગોહિલે ફિલ્મીઢબે બુટલેગરનો પીછો કરીને ફાંયરીગ કરી આરોપી બુટલેગરને ડિટેકટ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું
મસમોટો વિદેશદારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને યાત્રાધામ વિરપુરના લોકોને અસામાજીક તત્વોથી રાહત મેળવી હતી,હાલ સાપર વેરાવળ ખાતે ફરજ બજાવતા રાજદિપસિંહ ગોહિલની પ્રશનિય કામગીરીથી રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા આરકે ગોહિલને પીઆઈ તરીકે પ્રમોશન મળતા હજારો યુવાનોના માર્ગદર્શક રાજદિપસિંહ ગોહિલને ટેલિફોનિક,રૂબરૂ મુલાકાત કરીને તેમજ સોશ્યલ મીડિયા દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી પડ્યો હતો તેમજ હજારો યુવાનો તેમજ બહોળા મિત્રવર્ગના સોશ્યલ મીડિયા ટેસ્ટશમાં રાજદિપસિંહ ગોહિલ છવાય ગયા હતા.
તસવીર:- કિશનસિંહ મોરબીયા- વીરપુર