Gujarat

 છોટાઉદેપુરના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના પર્વને લઇને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ 

છોટાઉદેપુરના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઇદનો પર્વ આવનાર હોય જે અનુસંધાને પાનવડ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇદના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતિથી પર્વની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.