જુનાગઢ પોલીસના ખીલે કુદતા લુખ્ખાની જેતપુરના પત્રકારને આપી ધમકી
દારૂના સમાચાર પ્રસિદ્ધ કરતા લુખાના પેટમાં તેલ રેડયુ : ધમકી આપનાર લુખ્ખો પોલીસનો મળતીયો કે દારૂનો બુટલેગર ? તપાસ જરૂરી : જેતપુરના પોલીસ સ્ટેશનમાં જુનાગઢના 99 7 80 39 6 39 મો.નંબરના લુખ્ખા સામે ફરિયાદ : જૂનાગઢના લુખ્ખા સામે જેતપુરના પત્રકારની શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગુનો નોંધવા પોલીસની કવાયત
જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ઓઘડનગર સંતેશ્વર મંદિર પાસે, મોમાઈ કૃપા નામની દુકાનમાં ખુલ્લેઆમ કોઈપણ ના ડર વગર દેશી દારૂનું મોટા પાયે વેચાણ થતું હોવાની વિગતો મળ્યા બાદ જેતપુરની ન્યુઝ ચેનલ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝમાં દારૂની આ બદી અને બુટલેગરની દાદાગીરી બાબતે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા પોલીસના ખીલે કુદતા એક લુખ્ખાએ જેતપુરના પત્રકારને બેફામ ગાળો ભાંડીને પત્રકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ધમકી આપી હતી. પરંતુ જેતપુરના પત્રકારે ડર્યા વગર આ લુખ્ખા સામે જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ અરજી આપી છે. સ્થાનિક પોલીસ આ અરજીમાં જણાવેલા લુખ્ખાના મોબાઈલ ઉપર ટ્રેસિંગ કરીને હકીકત જાણીને ગુનો નોંધે તેવી વિગતો જાણવા મળી રહી છે.
બનાવની મળતી વિગતો મુજબ જૂનાગઢમાં ખુલ્લેઆમ વેચાતા દારૂનું રિપોર્ટિંગ કરી જેતપુરની સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જુનાગઢ પોલીસના ખીલે કૂદતા એક લુખાએ જેતપુરના પત્રકારની જાગૃતિને દબાવવાનો હિનપ્રયાસ કર્યો હતો. ન્યુઝ ચેનલના 75758 55551 ઉપર 99780 39639 નંબરના મોબાઈલ ઉપરથી જુનાગઢથી કોઈ લુખ્ખાનો ફોન આવ્યો હતો અને જેતપુરના પત્રકાર હરેશભાઈ રવજીભાઈ ભાલીયાને જણાવ્યું હતું કે જુનાગઢના એ ડિવિઝન વિસ્તારમાં પણ ધમધોકાર દારૂ વેચાય છે, તેના માટેની માહિતી જોતી હોય તો સવારે ફોન કરજો.
મોડી રાત્રિના શુક્રવારના આવેલા આવા ધમકી ભર્યા કોલથી ડર્યા વગર હરેશ ભાલીયાએ આજે તા. 22 ના રોજ સવારે પોણાબાર વાગ્યે ઉપરોક્ત નંબરના લુખ્ખાને ફોન કર્યો હતો ત્યારે લુખ્ખાએ લાજવાને બદલે ગાજીને પત્રકાર હરેશ ભાલીયાને ગાળો આપીને જુનાગઢ આવવાની ચેલેન્જ ફેંકી હતી. ત્યારે આ લુખ્ખાને ધમકીથી જરા પણ ડર્યા વગર આજે હરેશ ભાલિયાએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મોબાઈલ નંબરના લુખ્ખા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરતા જેતપુર પોલીસે ફરિયાદ અરજી ઇન વર્ડ કરીને અરજીમાં જણાવેલા મોબાઈલ નંબરના લુખ્ખાને શોધવા કવાયત આદરી છે
જુનાગઢ પોલીસની દારૂના બુટલેગરો સાથે સાંઠગાંઠ ?
કહેવાનું તાત્પર્ય એ છે કે જુનાગઢ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં દેશી અને અંગ્રેજી દારૂનો ધોમધોકાર વેપાર થઈ રહ્યો છે. લાગતાવળગતા બુટલેગરો સાથે પોલીસની મીઠી નજર તેમજ લોખંડી સાઠગાંઠ હોવાનું જાણકારો કહે છે. બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં દારૂ વેચાતો હોવાના અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસના ખીલે કુદતા કોઈ લુખાએ એ ડિવિઝન વિસ્તારમાં પણ દારૂનો ધંધો થતો હોય તેના પણ અહેવાલો આપવા પત્રકારને ચેલેન્જ કરી હતી. ત્યારે એક વાત એ સાબિત થઈ રહી છે કે જુનાગઢના તમામ વિસ્તારોમાં દારૂનું દુષણ ઘર કરી ગયું છે. જૂનાગઢના પોલીસ કમિશનરે દારૂના બુટલેગરો સામે લાલ આંખ કરવી જોઈએ તેવું પત્રકારનું કહેવું છે
જેતપુરના પત્રકારને ધમકી આપનાર લુખ્ખો પોલીસનો મળતીયો કે પોલીસનો સગો કે દારૂનો બુટલેગર ?
સૌથી આશ્ચર્યની એ વાત એ છે કે જૂનાગઢના બી ડિવિઝન વિસ્તારમાં વેચાતા દેશી દારૂના સમાચાર ટીવી ચેનલમાં પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જૂનાગઢના કોઈ લુખાએ ટીવી ચેનલના માલિકને દબાવવાનો પ્રયાસ કરી ફોન ઉપર ધમકી આપી હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પત્રકારને ધમકી આપનાર માણસ ખુદ દારૂનો બુટલેગર છે કે પોલીસનો કોઈ મળતીયો છે કે પોલીસનો કોઈ સગો ? તેની તપાસ કરીને જેતપુરની પોલીસે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી જરૂરી હોવાનું કહેવું ઉચિત છે