ગીર સોમનાથ એલ.સી.બી.માં ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા તેમજ જેતપુર તાલુકાના લુણાગરા ગામના રહેવાસી અને હાલ જામકંડોરણા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ એસ.મોરીને પોતાની સારી કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલ માંથી આસિસ્ટન સબ ઇન્સપેક્ટર, એ.એસ.આઈ તરીકે પ્રમોશન ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે ઉલ્લેખનિય છે

કે ગીર સોમનાથ એલસીબીમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ ચાવડાને અગાઉ ગુજરાત રાજયના પોલીસવડા ડીજીપી સાહેબના હસ્તે સાયબર કોપ એવોર્ડ તેમજ સાયબર ક્રાઈમના ગુનાના ડીટેકશન સબંધે તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સારી કામગીરી બદલ ગીર સોમનાથ એસપી દ્રારા ત્રણ વખત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
જ્યારે ભુપેન્દ્રસિંહ એસ.મોરીએ કોરોનોકાળ દરમિયાન શ્રેષ્ઠ અને કર્મનિષ્ઠ કામગીરી કરી હતી જેમને લઈને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના બે યુવા પોલીસ જવાનોને એ.એસ.આઈ તરીકે પ્રમોશન મળતા ખાંટ રાજપુત સમાજના અગ્રણીઓ, વડીલો,આગેવાનો તેમજ યુવાનોએ ભુપેન્દ્રસિંહ ચાવડા અને ભુપેન્દ્રસિંહ મોરીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

