Gujarat

અમેરિકાથી વાયા દુબઈ થઈ અમદાવાદ આવતાં 10 પેસેન્જર ફ્લાઈટ ચૂકી ગયા

એમિરેટ્સ એરલાઇનની બેદરકારીથી અમેરિકાથી વાયા દુબઇ થઇને અમદાવાદ આવતા 10 પેસેન્જરો દુબઇ એરપોર્ટ પર ફલાઇટ ચૂકી જતા તેઓ અટવાઇ પડ્યા હતા. એમિરેટ્સ એરલાઈનમાં અમેરિકાથી અમદાવાદની ટિકિટ બુક કરી હતી

પણ દુબઇથી અમદાવાદની જે ફલાઇટ હતી તે એમિરેટ્સના ફલાઇટ નંબરની હતી પણ ઓપરેટેડ ફ્લાય દુબઇ એરલાઇન હતી જેથી પેસેન્જરો દુબઇ ઉતર્યા બાદ એમિરેટસ એરલાઇનના સ્ટાફને ટર્મિનલ બદલવાની સૂચના આપવાની હોય છે

પણ ન આપતા પેસેન્જરો એમિરેટ્સના સેમ ટર્મિનલ પર આવેલા કાઉન્ટર પહોંચી ગયા ત્યાં સ્ટાફે ટિકિટ જોયા વિના અમદાવાદની ફલાઈટનો સમય થયો ન હોવાથી રાહ જોવાનું કહ્યું પણ એમિરેટસના કાઉન્ટર પરથી બોર્ડિંગ શરૂ થયું ત્યારે આ તમામ પેસેન્જરોને માલૂમ પડ્યું કે તેમની ફ્લાઈટ ફલાય દુબઈની છે.

આમ પેસેન્જરો દોડીને બીજા ટર્મિનલમાં ફ્લાય દુબઈના કાઉન્ટર પર પહોંચ્યા તો સ્ટાફે બોર્ડિંગ ગેટ ક્લોઝ થઇ ગયો હોવાનું જણાવી ઓફલોડ કરી દેતા ચિંતામાં મુકાઇ ગયા હતા.