પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી કવાટ રોડ પાસે ડેરીયા વળાંક પાસે પીકપ ગાડી ખાડામાં ખાબકી હતી. પીકપ ગાડીના ડાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર મેળામાંથી ઘોઘંબા જીંજરી ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો. પીકપ ગાડીમાં સવાર 10 થી 15 લોકોને ગંભીર ઇજાઓ પોહચી હતી. પીકપ ગાડીમાં સવાર 10 થી 15 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને લોક ટોડા પણ ઉમટી પડ્યા હતા.

