Gujarat

સહકાર થી સમૃધ્ધિ, પાટણ જિલ્લો: સમગ્ર દેશમાં ૧૦૦૦ નવ રચિત વિવિધ કાર્યકારી પેક્સ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સહકાર થી સમૃધ્ધિ, પાટણ જિલ્લો: સમગ્ર દેશમાં ૧૦૦૦ નવ રચિત વિવિધ કાર્યકારી પેક્સ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ

*એપીએમસી, પાટણના સભાખંડમાં યોજવામાં આવ્યો MPACS, Dairy and Fishery કો – ઓપરેટિવ કાર્યક્રમ*

પાટણના એપીએમસીના સભાખંડમાં MPACS, Dairy and Fishery કો – ઓપરેટિવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લાની નવીન ૦૭ સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. પાટણ ખાતે “સહકાર થી સમૃદ્ધિના દ્વાર” થીમ અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળીઓને સમ્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં નવીન પેક્સ મંડળીઓ, ડેરી, ફિશરિજ મંડળીઓની રચના અને કામગીરી, પેક્સ મંડળીઓના નવીન બાયાલોજ, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, csc તેમજ આ સોસાયટીની માહિતીલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતો આર્થિક મજબુત બને તે માટે મહાનુભાવો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર દેશની ૧૦૦૦ નવ રચિત વિવિધ કાર્યકારી પેક્સ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ અંતર્ગત “પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ” જેમને ભારત સરકારશ્રીના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશોને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવી રચવામાં આવેલ MPACS, Dairy and Fishery કો – ઓપરેટિવ સોસાયટી નું ઉદઘાટન ગૃહ અને સહકારી મંત્રી અમિતશાહના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. જેનો ગુજરાતમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી માહિતીસભર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રી કે. સી.પટેલ, સ્પેશયલ ઓડીટર ખુશ્બુબેન દવે (પાલનપુર), મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર જે.ડી. રમલાવત (હિંમતનગર ), બજાર સમિતિ પાટણના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી તેમજ સહકારી મંડળી અને ક્રેડિટ સોસાયટીના પદાધિકારીઓ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20241225-WA0065-2.jpg IMG-20241225-WA0066-1.jpg IMG-20241225-WA0067-0.jpg