લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અભિયાન ચલવવામાં આવી રહ્યું છે. શહેરમાં 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરેથી વોટિંગ કરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે. 85 વર્ષથી વધુ વયના 939 અને 81 દિવ્યાંગ મતદારો માટે 27 એપ્રિલ સુધી ઘરેથી મતદાન કરી શકશે.આ માટે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા 3 કર્મચારી, 2 પોલીસ કર્મી, એક વીડિયોગ્રાફર વયોવૃદ્ધ લોકોના ઘરે જઈ મતદાન કરાવે છે.

