Gujarat

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવારત; 18 માસમાં 108 એમ્બ્યુલન્સ 78 હજાર દર્દી માટે આર્શિવાદરૂપ બની

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવા ખાસ કરી અંતરીયાળ વિસ્તારો માટે વિશેષ આર્શીવાદરૂપ બની રહી છે.જેમાં ગત જાન્યુઆરી-2023થી જુન 2024 સુધીમાં જામનગર જિલ્લામાં આ વિવિધ આપાતકાલિન સેવા થકી 55,527 પેશન્ટને એટન્ડ કરી પ્રાથમિક સારવાર સાથે ઇમરજન્સી મેડીકલ સેવા, જીવનરક્ષક દવાઓ પુરી પાડી હોસ્પીટલોમાં ખસેડાયા હતા.

જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઉકત સમયગાળામાં 21,852 દર્દીઓને ત્વરીત ઇમરજન્સી મેડીકલ સેવા પુરી પાડવામાં આવી હતી. જામનગર શહેર-જિલ્લામાં વર્ષ 2023માં કુલ 37,790 પેશન્ટોને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ત્વરીત મેડીકલ મદદ સાથે ઇમરજન્સી સારવાર પુરી પાડવામાં આવી હતી.

જયારે વર્ષ 2024ના જુન માસ સુધીમાં 17,737 દર્દીઓને પણ મેડીકલ સહાય તિવ્ર વેગે પુરી પડાઇ હતી.દોઢ વર્ષના મેડીકલ ઇમરજન્સીમાં જોઇએ તો સૌથી વધુ પેટના દુ:ખાવો સંબંધિત 5,879 કેસો, હ્દય સંબંધિત 4,377 કેસો,શ્વાસ સંબંધિત 4,113 કેસો વગેરે મુખ્ય રહયા હતા.જયારે પ્રસુતિ સંબંધિત કેસોની સંખ્યા પણ 16,015 હોવાનુ સામે આવ્યુ છે.જયારે રોડ અકસ્માત સંબંધિત 5,106 પેશન્ટને તુરંત ઇમરજન્સી સારવાર સાથે જીવન રક્ષક દવાઓ સહિતની મેડીકલ સહાય પુરી પડાઇ હતી.