આજે છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે આવેલ શ્રીમતી મનીબેન એસ રાઠવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે છોટાઉદેપુરના બેન્ક ઓફ બરોડાના 117માં સ્થાપના દિન નિમિત્તે ઓકિસજન કોન્સનટેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુરના લીડ ડિસ્ટ્રીક મેનેજર પિનાકીન ભટ્ટ, બરોડા બેંકના મેનેજરો, પુનીયાવાંટ હોસ્પિટલના રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ જોડાયા હતા.

અને ઓકિસજન કોન્સનટેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ ઓકિસજન કોન્સનટેટર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ અને આદિવાસી લોકોને ખૂબ જ ઉપયોગી થશે. તે માટે બેન્ક ઓફ બરોડાના અધિકારીઓનો હોસ્પિટલના રાજુભાઈ રાઠવા એ આભાર માન્યો હતો.
