Gujarat

નાઈઝીરિયાના સુલેજામાં ભારે વરસાદથી જેલની દીવાલ તૂટી જતા ૧૧૮ કેદીઓ ભાગી ગયા

નાઈઝીરિયાના સુલેજા શહેરમાં બુધવારે રાતે ભારે વરસાદ અને તોફાનના કારણે જુના સુલેજા જેલની દીવાલ તૂટી ગઈ હતી. જે બાદ મોટી સંખ્યામાં કેદીઓ ભાગી ગયા હતા. સ્થાનિક સમયાનુસાર રાતના ૯ વાગ્યાની આસપાસ તોફાન અને ભારે વરસાદના કારણે ઈમારતનો અમુક ભાગ તૂટી ગયો હતો. જેમાંથી એક જેલની દીવાલ પર તૂટી ગઈ અને ૧૧૮ કેદીઓ મોકો જાેઈને ભાગી ગયા હતા. સુલેજા શહેરના એક રહેવાસીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ ઘટના સાચી છે, અમને બે કેદીઓ પકડવામાં મદદ મળી છે અને તેમને જેલના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે.

આ જાણકારી અનુસાર, ભાગેલા કેદીઓને પકવા માટે સુરક્ષા દળોની એક ટીમ સુલેજા શહેરના મુખ્ય ઠેકાણા અને સંદીગ્ધ વિસ્તારમાં શોધવા માટે મોકલ્યા છે. સુરક્ષાકર્મી ભાગતા કેદીઓને ડરાવવા માટે હવાઈ ફાયરિંગ પણ કર્યા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરક્ષાકર્મીઓને ખો આપીને અલગ અલગ દિશાઓમાં કેદીઓ ભાગી ગયા હતા. સુરક્ષાદળના જવાનો તેમને શોધવામાં કામે લાગી ગયા છે. આ દરમ્યાન મિન્ના-સુલેજા અને સુલેજા કદુના રસ્તા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં મદલ્લા અક્ષથી લઈને અબૂજા રોડ પર પણ સુરક્ષા વધારી દીધી છે.