Gujarat

13 જાન્યુઆરી 2025 પોષ સુદ-15ના રોજ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન, 101 હવન કુંડ/ પાટલા નોંધાવવા માઈભક્તોને ટ્રસ્ટ તરફથી અપીલ

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવે છે. વર્ષ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાતો હોય છે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે. મા જગતજનની જગદંબાના ધામમાં આવનાર 13 જાન્યુઆરીના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તારીખ 13/01/2025ના રોજ પોષ સુદ-15 એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છે, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે.

માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. યાગમાં 101 હવન કુંડ/પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.8799600890) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. 11,000/- રોકડ/ચેક/સ્કેનરથી જમા કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે.