ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી
ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એટીએસની ટીમે ગાંધીધામમાંથી ૯૧ કરોડનું ૧૩ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. એટીએસ દ્વારા દરોડા પાડી ગાંધીધામના ખારી રોહર પાસેથી મોટા પ્રમામણાં કોકેઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. એટીએસને બાતમી મળી હતી કે ગાંધીધામમાં મોટા પ્રમાણમાં કોકેઈન આવ્યું છે.
જે અંતર્ગત તેમણે ચકાસણીની કાર્યવાહી હાથ ધરી. દરમ્યાન તેમને ગાંધીધામની ભાગોળ પરથી બિનવારસી હાલતમાં ૧૩ પેકેટ મળ્યા. જેમાં ૧૩ કિલોગ્રામ કોકેઈન ડ્રગ્ઝ હતું. આ ડ્રગ્સની કિમંત ૯૧ કરોડ હોવાની માનવામાં આવે છે. એટીએસ દ્વારા બિનવારસી હાલતમાં પડેલ ૧૩ પેકેજ જપ્ત કર્યા. જેના બાદ ચકાસણી કરતાં તે કોકેઈન હોવાનું સામે આવ્યું. પ્રત્યેક કોકેઈન પેકેજની કિમંત ૭ થી ૮ કરોડ હોવાનું કહેવયા છે.
બુધવારે સવારે એટીએસ દ્વારા સ્થાનિક એસઓજીની અને ડિવિઝન પોલીસની મદદથી શંકાસ્પદ સ્થળે દરોડા પાડી કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. હાલમાં આ મામલે પંચનામા સહિતની કોઈ વિગત જાહેર કરાઈ નથી. પોલીસે બાતમીના આધારે કામ કરતા ખારીહોરથી કંડલા વિસ્તારની તપાસ કરી.
દરમ્યાન એચપીસીએલની પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાં પડેલ બિનવારસ કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસે કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. કંડલા વિસ્તારમાં એક વર્ષની અંદર બીજી વખત આટલા મોટા પ્રમાણમાં કોકેઈનનો જથ્થો મળી આવ્યો. કંડલા બંદર પ્રવાસીઓની સાથે કોકેઈનના ડિલરો માટેનું હોટસ્પોટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.