Gujarat

ખેડાના વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ ફાટતા ૩ બાળકીઓના ઘટનાસ્થળે કરુણ મોત

ખેડામાંથી એક દૂર્ઘટીત અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત થયા છે. વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ ફાટતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ખેડાના વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ બનાવેલો હતો, જે હોજ અચાનક ફાટતા હોજની દીવાલના કાટમાળ ખસ્યો અને જેના તળે બાળકીઓ દટાઈ ગઈ હતી.

જો કે, તે કાટમાળમાંથી દીકરીઓને બહાર નીકળતા પહેલા જ તે ત્રણેય બાળકીઓના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારની ત્રણ દીકરીઓના મોત થતાં પરિવારમાં ભારે આંક્રદ જોવા મળી રહ્યો છે, તો સમગ્ર પંથકમાં પણ શોક છવાયો છે. જો કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કર્યાની વિગતો ધ્યાને આવી હતી.