લીલીયા સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાના વિકાસ માટે સાવરકુંડલાની ગલીએ ગલીએ રોડ બનાવવા માટે કરોડોની ગ્રાન્ટ પાસ કરી વર્ષો પછી પ્રથમ વખત સાવરકુંડલાનો આવો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલામાં વોર્ડ નંબર પાંચમાં હુડકો સોસાયટીમાં ૧૩૦ મીટરનો રોડ. માનનીય લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી તથા ચેરમેન શ્રી નગરપાલિકા અશોકભાઈ ચૌહાણ તથા બાંધકામ ચેરમેન લાલાભાઇ ગોહિલ સર્વના સહયોગથી આજરોજ વોર્ડ નંબર પાંચમાં નગરપાલિકા પતિ સદસ્ય આલ કરસનભાઈ ભુરાભાઈ રબારી તથા પ્રવીણભાઈ કોટીલાની ઉપસ્થિતમાં વોર્ડ નંબર પાંચના સદસ્ય પતિ કરશનભાઈ બી. આલ દ્વારા હુડકો સોસાયટીમાં રોડનું ખાતમુર્હત કરવામાં આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા