Gujarat

138 જેતપુર પાવી   વિધાનસભાના કવાંટ તાલુકા માં કવાંટ apmc માર્કેટ ખાતે આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો,સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.

138 જેતપુર પાવી   વિધાનસભાના કવાંટ તાલુકા માં કવાંટ apmc માર્કેટ ખાતે આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, નારી શક્તિને પ્રોત્સાહન ઉજાગર કરવા માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, પ્રદેશના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, કવાટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પિન્ટુભાઇ રાઠવા, જિલ્લા સંગઠનના હોદ્દેદારી તેમજ વહીવટી તંત્ર અને સરપંચો તેમજ 138 વિધાનસભામાંથી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં  બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.