પાટણમાં છેલ્લા કેટલાક દિવસૌથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને દિવસ દરમિયાન પરા સ્વેટર, જાહીટ, ગરમ ટોપી, મફલર, દુપણ સહિતના ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ ગરમ કપડાંની ખરીદી પણ જામી છે તો પાટણમાં ઠંડી વધતા તાપમાન 14 ડીગ્રી જેટલું નીચું નોંધાયું છે તો દિવસના તાપમાનમાં આવેલા વાડાને લઈ દિવસનું તાપમાન પણ 26 ડીગ્રીની વચ્ચે રહેશે.
પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો જરૂર થોડો ઉંચો આવ્યો છે, પણ તેમ છતાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી લોકો શીત લહેરનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. ઠંડા પવનના કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

પાટણ શહેરમાં શરૂ થયેલી હાડ વીજવતી ઠંડીને લઈને લોકો ઠંડીમાં હુઠવાઈ જવા પામ્યા છે. ત્યારે આ શિયાળાની ઠંડીમાં લોકો ગરમી મેળવવા માટે વિવિધ પ્રકારના ગરમ વસાણની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે. શહેરમા આવેલી ફરસાણની દુકાનોમાં લોકો ગુંદપાક લાદુ પાક અડિયદા પાક, કચરીયું મેથીના લાડુ તેમજ વિવિધ પ્રકારની ચોકીની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે જેને લઈને ગરમ વસાણાની ખરીદીમાં હાલ માહોલ ગરમ જોવા મળી રહો છે.