Gujarat

અમરેલીમાં ૧૭ કરોડના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન કરતા કૌશિક વેકરીયા, સેન્ટરપોઇન્ટથી રાધેશ્યામ ચોકડી સુધી આઇકોનિક રોડ બનશે

અમરેલીમાં ૧૭ કરોડના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન કરતા કૌશિક વેકરીયા, સેન્ટરપોઇન્ટથી રાધેશ્યામ ચોકડી સુધી આઇકોનિક રોડ બનશે

*અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર “સેન્ટરપૉઇન્ટ ટુ રાધેશ્યામ ચોકડી સુધીના આઇકોનિક રોડ” નું ખાતમુર્હુત*
—-
અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર થનાર જેશીંગપરા – નવાખીજડીયા નોન પ્લાન રસ્તાનું ખાતમુર્હુત કરતા અમરેલી ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા
—-
અમરેલી : અમરેલી શહેરમાં અને શહેર ને જોડતા ચલાલા – ધારી – કોડિનાર હાઇવે સુધી સુદ્ઢ માર્ગ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તેવા હેતુ થી શનિવારે અમરેલી વડીયા કુંકાવાવ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઈ વેકરીયા ના હસ્તે આશરે રૂ. ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બે માર્ગોનું વિધિવિધાન સાથે ભૂમિપૂજન અને ખાતમુહુર્ત કરમવામાં આવ્યું હતું.

અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર રોડ સેન્ટરપોઇન્ટ થી ગર્લ્સ સ્કૂલ થઈ, બિનાકા ચોક થી સોમનાથ મંદિર અને ત્યાંથી સીધું જેસિંગપરા કામનાથ બ્રિજ વાયા શિવાની ચોક થઇ રાધેશ્યામ ચોકડી સુધીના આઇકોનિક રોડ”નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જ્યારે અમરેલી શહેર ખાતે અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર થનાર જેશીંગપરા – નવાખીજડીયા નોન પ્લાન રસ્તાનું પણ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

આ કામ પૂર્ણ થતા અમરેલી શહેરને જોડતા મુખ્ય ધોરી માર્ગ આઇકોનિક બનશે અને અમરેલીવાસીઓને તેનો લાભ મળશે તેવો વિશ્વાસ કૌશિકભાઈ વેકરીયાએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વેકરીયાએ જણાવ્યું હતું કે,કનેક્ટિવિટી વધારવા માટે અમારી સરકાર પ્રતિબ્ધ છે. અમરેલીમાં માર્ગોની રિસફરેસીંગ, નવા માર્ગો તેમજ મજબૂતીકરણના કામો ફાસ્ટટ્રેક ઝડપે થઈ રહ્યા છે. આ કડીના ભાગરૂપે આજના ખાતમુહૂર્તો સીમાચિન્હ બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ પ્રવીણભાઈ માંગરોળીયા,શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા, જિલ્લા ભાજપ કાર્યલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા, અમરેલી તાલુકા પંચાયત સદસ્ય નિકુલભાઈ માંડણકા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ ધાનાણી, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બીનાબેન વિશાલભાઈ કાલાણી,કારોબારી ચેરમેન મનીષભાઈ ધરાજીયા,દંડક દિલાભાઇ વાળા,નગરપાલિકા ચેરમેન સંદીપભાઈ માંગરોળીયા, કાળુભાઇ પાનસુરીયા, ચિરાગભાઈ ત્રિવેદી,સન્નીભાઈ ડાબસરા સહીત મોટી સંખ્યા માં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20241223-WA0021.jpg