Gujarat

જૂનાગઢના માણાવદરમાં 17 ઇંચ, બનાસકાંઠાના લાખણી ગામમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત ઘણી જગ્યા એકથી 17 ઇંચ વરસાદે ઘણા સ્થળોની સુરત બગાડી દીધી. અનેક ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. તો બેટ દ્વારકમાં નવનર્મિત સુદર્શન સેતુની પાર્કિંગ દિવાલ ધરાશાઈ અનેક તંત્રની કામગીરી અંગે ફરી સવાલ ઉભા થયા છે.

જૂનાગઢનું માણાવદરગામ જળબંબાકર થઈ ગયું. પોરબંદરમાં મધુવંતી નદી કાંઢે આવેલ શીલલીંગ પાણીમાં ડૂબ્યુ તો સુરત જેવા મેટ્રો શહેરમાં વરસાદી ભુવાને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનસાકંઠાના લાખણીગામમા 6 કલાક નવ ઇંચ વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા.

દેવભૂમિ દ્વારકાના ઓખાને જમીનમાર્ગે યાત્રાધામ બેટ દ્વારકા સાથે જોડતા સુદર્શન સેતુના પાર્કિગની દીવાલનો અમુક હિસ્સો વરસાદ વચ્ચે અચાનક ધરાશાયી થયો હતો.જોકે,સદનશીબે કોઇ જાનમાલનુ નુકશાન ન થયાનુ સામે આવ્યુ છે. આ બ્રિજનું ચાર માસ પહેલાં જ લોકાર્પણ થયું હતું. જેથી આ ઘટનાને કારણે અનેક તર્કવિર્તક થઈ રહ્યાં છે.