Gujarat

સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના 17 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરાયા

સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ- જિ.પંચાયત હસ્તકના 17 રસ્તાઓ પાણીના ઓવર ટોપીંગના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

જેમાં બારડોલી તાલુકાના ૬, મહુવાના 07 અને માંડવીના 04 રસ્તાઓનો સમાવેશ થાય છે.

બંધ કરાયેલા રસ્તાઓમાં બારડોલીના જૂની કિકવાડ ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ, ખરડ એપ્રોચ રોડ, સૂરાલી કોતમુંડા થી બિલ્ધા રોડ, સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કૉઝવે રોડ, સુરાલી ધારિયા રોડ અને મહુવા તાલુકામાં મહુવારિયા કાકરીમોરા રોડ, મહુવારીયા લીમડી ફળિયા રોડ, આંગલધરા પારસી ફળિયા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચઢાવ રોડ, માછી સાદડા એપ્રોચ રોડ અને મહુવા ઓંડચ આમચક કાવિઠા નિહાલી રોડ અને માંડવી તાલુકાના મોરિઠા કાલીબેલ રેગામા રોડ, દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, ઉમરસાડી ખરોલી રોડ, ગોડાસંબા કરવલ્લી ટિટોઈ સાલૈયા અને વલારગઢ રોડ આમ બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના મળી 17 રસ્તાઓ હાલ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી બંધ કરવામાં આવ્યા છે.